મોરબી સિરામિક વોલ ટાઈલ્સ એસો.નાં પ્રમુખ તરીકે હરેશ બોપલીયાની ફરી એક વખત વરણી
મોરબી : મોરબી સિરામિક મેન્યુ. એસોસિએશનમા પ્રમુખ પદનો કાર્યકાળ પૂરો થતા હરેશભાઈ બોપલીયાએ રાજીનામું આપ્યું હતું ત્યારબાદ સિરામિક એસોસિએશન કમિટી દ્વારા પ્રમુખ પદની વરણી માટે પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં કોઈ પણ પ્રકારના વાદ વિવાદ કે વિરોધ વગર સર્વ સંમતિથી હરેશભાઈ બોપલીયાની બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે બીન હરીફ વરણી કરવામાં આવી છે.
આ વરણી થતાની સાથે જ ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો, પરિવારજનો દ્વારા હરેશભાઈ બોપલીયાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે