મોરબી : મોરબીના રાજાશાહી વખતના સૌથી વધુ ગરિમા અને આગવું સ્થાન ધરાવતા વિસ્તાર એટલે લખધીરવાસ ચોકમાં બધા જ તહેવારો હળીમળીને ઉજવાય છે. ત્યારે આસુરી શક્તિ ઉપર વિજયની શક્તિ રૂપે ઉજવાતા હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સામાજીક કાર્યકર અને જય માતાજી ગરબી મંડળના પ્રમુખ પ્રદ્યુમનસિંહ ખુમાનસિંહ ઝાલા (પદુ ભા) દ્વારા ભવ્ય રીતે હોળી પ્રગટાવવામાં આવશે. અને પ્રથમ વખત હોળી દહનનું આયોજન કરાયું હોય સમગ્ર મોરબીવાસીઓને ભાવભર્યું આમંત્રણ પાઠવેલ છે