મોરબી : હું પોતે મિલન નાનક, પણ નાનપણથી જ અમારા પરિવારમાં પેઢી દર પેઢી ચાલી આવતી પરંપરા મુજબ ઉચ્ચ મૂલ્યો સાથે જીવન જીવવાના સંસ્કારો મળતા અને સ્કૂલમાં બધા ધર્મો કરતા માનવ ધર્મ ચડિયાતો હોય એવું જ્ઞાન મેળવી એક સમયે રાજકોટ નજીક કોલેજમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરી બાદ મોરબી આવતા જ મારા કેરીયરની લાઈન બદલાઈ ગઈ, કારણ કે એ વખતે મારે પત્રકાર ક્ષેત્રે મારો માત્ર ઔપચારિક સબંધ બંધાયા બાદમા ગાઢ બની ગયો, કારણ કે દેશ હિતની વિચારસરણી મુજબ ન્યુઝ ચેનલમાં કામ કરવાની ઓફર મળતા મેં એ ઓફર સ્વીકારીને આજે ઘણા સમયથી ગુજરાત ભાષાની ખ્યાતનામ ન્ન્યુઝ ચેનલ સાથે જોડાઈને એક સારા પત્રકાર તરીકે હું સેવા અને ફરજ નિભાવતો હોય ત્યારે મારો નાનો ભાઈ એટલે શિવાંગભાઈ નાનકમાં પણ અમારા પરિવારના ગામડેથી સમગ્ર દેશનું ભલું થાય અને બીજાની ખુશીમાં જ આપણી ખુશી એવું કામ કરવા માટેના જડીબુટ્ટી જેવા ઉમદા વિચરોનું સિંચન થતા આ વિચારોને આત્મસાત કરી ABVPમાં પુર્વ નગર મંત્રી તરીકે કામ કરીને વિદ્યાર્થીઓના હિતમાં લડત ચલાવી સાથે પોતાનો અભ્યાસ પણ કરીને સારી કેરિયર બનાવવા મથામણ કરી રહ્યો છે અમારા પરિવારમાં પેઢી દર પેઢી દરેક સદસ્યમાં ઉતરતા ઉજ્જવળ સંસ્કારોને કારણે આખાં પરિવારમાં અમારું ખોરડું ખાનદાની ગણાય છે. જ્યારે કોઈને પણ અન્યાય થયો હોય તો તેને ન્યાય આપવા માટે મારો નાનો ભાઈ એમની ટિમ સાથે જાહેરમાં જઈ વિરોધ પ્રદર્શન કરી તંત્ર અને સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કરે છે. સરકારની અલગ અલગ પરીક્ષાઓના પેપર ફૂટવાના કાંડ, નોકરીઓ ન મળવી, કોલેજમાં સીટો ન મળવી સહિતના દરેક પ્રશ્ને આ તરવરિયો જોશીલો યુવાન આટલી નાની વયે તંત્ર અને સરકાર સામે બાથ ભીડે છે અને ન્યાય અપાવીને ઝંપતા હોય એવો ન્યાયપિય ભાઈ ભલે મારો સગો ભાઈ ન હોય અને કઝીન હોય પણ લોહી વગરના સંબધો પણ મુઠી ઉંચેરા હોય આજે તેના જન્મદિવસે હું જ નહીં અમારા સમસ્ત પરિવાર વતી ઈશ્વર એ મારા લાડકવાયા ભાઈની દરેક આકાક્ષઓ પુરી કરે એવી અંતઃકરણથી પ્રાર્થના…
—– મિલન નાનક, સમસ્ત નાનક પરિવાર


