Friday, July 25, 2025
No menu items!
Google search engine
HomeNewsHalvadહળવદના ચુપણી ગામે ગણતરીની કલાકો માં ભેદ ઉકેલતાહળવદ પી આઈ આર ટી...

હળવદના ચુપણી ગામે ગણતરીની કલાકો માં ભેદ ઉકેલતાહળવદ પી આઈ આર ટી વ્યાસ

હળવદથી દ્વારકા મોટર સાયકલ લઈને ગયા બાદ નજીવી બાબતે કરાઈ હતી હત્યા, આરોપો અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચુક્યો છે

હળવદ : હળવદથી મોટર સાયકલ ઉપર દ્વારકા જતા સમયે પાછળ રહી ગયેલા શખ્સે પરત ગામમાં આવી ઝઘડો કરી આધેડને છરીના ઘા ઝીકી વચ્ચે પડેલા મૃતકના પત્નીને પણ છરી ઝીકી દેવાના બનાવમાં હળવદ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચુપણી ગામે રહેતા રામાભાઇ મોહનભાઇ ઓળકીયાઉ.55ની આરોપી ગણેશભાઇ વાલજીભાઇ ઓળકીયાએ છરીના ઘા ઝીકી હત્યા કરી નાખતા બનાવ અંગે મૃતકના પુત્ર ભરતભાઈ રામાભાઇ ઓળકીયાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ચારેક દિવસ પહેલા તેમના પિતા રામાભાઇ અને આરોપી ગણેશભાઈ મોટર સાયકલ લઈને દ્વારકા ગયા હતા ત્યારે આરોપી ગણેશભાઈ પાછળ રહી ગયો હતો.જે બાદ આરોપી પરત ચુપણી ગામે આવ્યો ત્યારે મૃતક રામાભાઇ સાથે ઝઘડો કરી તું કેમ મારી સાથે રહ્યો ન હતો ? હવેથી મારા ખેતરમાંથી ચાલતો નહીં કહેતા મૃતક રામાભાઇએ પણ આરોપી ગણેશને ખેતરમાંથી ન ચાલવું તેમ કહેતા ઉશ્કેરાઈ ગયેલા આરોપી ગણેશે છરીના ઘા ઝીકી દઈ રામભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને વચ્ચે પડેલા મૃતકના પત્ની વાલીબેનને પણ હાથમાં પણ છરી ઝીકી દીધી હતી.બીજી તરફ આ ગંભીર બનાવ મામલે આરોપી ગણેશભાઈ વાલજીભાઈ ઓળકીયા, ઉ.44 નામના શખ્સને હળવદ પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લઈ વિધિવત ધરપકડ કરી છે અને આરોપી ગણેશ આ અગાઉ ચોરી, હત્યાની કોશિશ અને મારામારી સહિતના ત્રણ ગુન્હામાં હળવદ અને ટંકારા પોલીસ સ્ટેશનની ઝપટે ચડી ચુક્યો હોવાનું સામે આવ્યું છે.

આ સફળ કામગીરી હળવદ પીઆઇ આર.ટી.વ્યાસ, એ.એસ.આઈ.રમેશભાઈ મહાદેવભાઈ, એ.એસ.આઈ.અજીતસિહ સિસોદિયા, પો.કોન્સટેબલ ગંભીરસિહ વાઘજીભાઈ, દેવેન્દ્રસિંહ દેવપાલસિહ ઝાલા, પ્રફુલભાઈ હરખાભાઈ, હરવિજયસિહ કિરીટસિહ, રણજીતસિહ અરજણભાઈ, નિજુબેન કિશોરભાઈ, વિપુલભાઈ સુરેશભાઈ દ્વારા કરવામાં આવેલ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments