શિવ હોટેલમાં આગ લાગી
મોરબી નજીક આવેલ હોટેલમાં કંપનીની કોન્ફરન્સ ચાલતી હોય ત્યારે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જે બનાવની જાણ થતા મોરબી ફાયરની ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો
મોરબીના માંડલ રોડ પર આવેલ શિવ હોટલમાં આગ લાગી હતી આગ લાગી તે સમયે શિવ એન્ટરપ્રાઈઝ નામની એક્સપોર્ટ કંપનીની કોન્ફરન્સ ચાલી રહી હતી અને ૪૦ જેટલા કર્મચારીઓ કોન્ફરન્સ હોલમાં હાજર હતા ત્યારે આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી આગ લાગતા કંપનીના તમામ ૪૦ કર્મચારીઓ હોટેલ બહાર નીકળી ગયા હતા જેથી જાનહાની ટળી હતી
જોકે કર્મચારીઓના મોબાઈલ અને લેપટોપ અંદર જ રહી ગયા હતા જે આગની ઘટનામાં મોબાઈલ અને લેપટોપ સળગી ગયા હતા જેથી નુકશાન થવા પામ્યું હતું આગ લાગતા મોરબી ફાયરની એક ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો હોટેલના એસીમાં શોર્ટસર્કીટને કારણે આગ લાગી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે જોકે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી જેથી હોટેલ સંચાલક અને ફાયર ટીમે રાહતનો શ્વાસ લીધો હતો


