મોરબી જીલ્લામાં તારીખ ૩૦ ના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને સ્કોલરશીપ પરીક્ષા તેમજ તા. ૩૧ માર્ચના રોજ ગુજકેટ પરીક્ષા યોજાશે
મોરબી જીલ્લામાં તારીખ ૩૦ ના રોજ સવારે ૧૦ : ૩૦ થી બપોરે 1 સુધી ૪૩ પરીક્ષા કેન્દ્રો અને ૪૭૭ બ્લોકમાં પરીક્ષા યોજાશે જેમાં ૧૩૯૧૧ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે જયારે મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશીપની પરીક્ષા તારીખ ૩૦ ના રોજ બપોરે ૩ થી ૫ : ૩૦ સુધી ૩૧ પરીક્ષા કેન્દ્રો અને ૩૪૬ બ્લોક ખાતે યોજાશે જેમાં ૯૯૨૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે
તેમજ તા. ૩૧ ના રોજ સવારે ૧૦ થી સાંજે ૪ સુધી ત્રણ સેશનમાં ૧૧ પરીક્ષા કેન્દ્ર અને ૧૧૫ બ્લોકમાં કુલ ૨૨૫૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જે ત્રણેય પરીક્ષાની તૈયારીઓ શિક્ષણ તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે
