મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં એન્ડીપીએસના ગુનામાં સંડોવાયેલ ઇસમ સાત માસથી નાસતો ફરતો હોય જે આરોપીને પોલીસે રાજસ્થાનથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા એસઓજી, સાયબર ક્રાઈમ અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બી ડીવીઝન પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. ગુનામાં સંડોવાયેલ આરોપી પ્રવીણ ઉર્ફે દિનેશ ભેરારામ પાબુજી ખીલેરી (ઉવ.૨૮) રહે રાજસ્થાન વાળો તેના ઘરે હોવાની બાતમી મળતા ટીમને રાજસ્થાન રવાના કરી હતી અને રાજસ્થાનથી આરોપી પ્રવીણ ખીલેરીને ઝડપી લાને મોરબી પેરોલ ફર્લો કચેરી ખાતે લાવી પૂછપરછ કરી આગળની કાર્યવાહી માટે બી ડીવીઝન પોલીસ મથકને સોપવામાં આવ્યો છે જે આરોપી સાત માસથી નાસતો ફરતો હતો જેને રાજસ્થાનથી ઝડપી લેવામાં સફળતા મળી છે
જે કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એમ પી પંડ્યા, પેરોલ ફર્લો સ્કવોડ પીએસઆઈ વી એન પરમાર, સાયબર ક્રાઈમ પીએસઆઈ બી ડી ભટ્ટ, તેમજ સાયબર ક્રાઈમ પોલીસ ટીમ, એસઓજી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમનો સ્ટાફ જોડાયેલ હતો
