મોરબી શહેરના વિસીપરામાં ભાડાના મકાનમાં રહેતા ઇસમના ઘરમાં રેડ કરી બી ડીવીઝન પોલીસે ઈંગ્લીશ દારૂની ૯૬ બોટલ કીમત રૂ ૧,૨૬,૬૯૦ નો જથ્થો કબજે લીધો છે તો અન્ય એક ઇસમનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શ્રદ્ધા પાર્ક શેરી નં ૦૪ વિસીપરામાં રહેતા અંકિત અરૂણભાઈ રાઠોડ ભાડાના મકાનમાં રહેતો હોય જ્યાં દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાંડની બોટલ નંગ ૯૬ કીમત રૂ ૧,૨૬,૬૯૦ નો જથ્થો જપ્ત કરી આરોપી અંકિત અરૂણભાઈ રાઠોડ (ઉ.વ.૩૩) રહે શ્રદ્ધા પાર્ક શેરી નં ૪ હાલ રહે શ્રદ્ધા પાર્ક શેરી નં ૪ વિસીપરા મોરબી મૂળ રહે સોમૈયા સોસાયટી વાવડી રોડ મોરબી વાળાને ઝડપી લીધો હતો જયારે અન્ય આરોપી જમારામ ઉર્ફે જગમાલ ઉર્ફે જગદીશ જેઠારામ પ્રજાપતિ રહે રાજસ્થાન વાળાનું નામ ખુલ્યું છે
દારૂ સાથે ઝડપાયેલ આરોપી રીઢો ગુનેગાર
દારૂના જથ્થા સાથે ઝડપાયેલ આરોપીનો ગુનાહીતી ઈતિહાસ જાણવા મળ્યો છે પોલીસે પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આરોપી અંકિત રાઠોડ અગાઉ એ ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન અને જુગારના ચાર જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે
જે કામગીરીમાં બી ડીવીઝન પીઆઈ કે એમ છાસિયા, મદારસિંહ મોરી, બી આર ખટાણા, ભરતભાઈ ખાંભરા, ચંદ્રસિંહ પઢીયાર, વિજયભાઈ ચાવડા, યોગેશદાન ગઢવી, બ્રિજેશભાઈ બોરીચા, શક્તિસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ રાંકજા, કમલેશભાઈ મકવાણા સહિતની ટીમ જોડાયેલ હતી
