Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiપિતાના સ્મરણાર્થે દીકરીના અનેક સેવા પ્રકલ્પો: રક્તદાન કેમ્પ, ગામ ધુવાણા બંધ, ધુન-ભજન,...

પિતાના સ્મરણાર્થે દીકરીના અનેક સેવા પ્રકલ્પો: રક્તદાન કેમ્પ, ગામ ધુવાણા બંધ, ધુન-ભજન, શબવાહિની સેવામાં આપી પિતાને આપી શ્રદ્ધાંજલી

મોરબી: પિતાને ખરા અર્થમાં શ્રદ્ધાંજલી આપવા માટે દિકરીએ પિતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે વિવિધ સેવા પ્રકલ્પો યોજી પિતાને શ્રદ્ધાંજલી પાઠવી હતી. જ્યારે સમાજ પણ આ દિકરીના કાર્યને બિરદાવી રહ્યો છે.જેમાં મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલે તેમના પિતા સ્વર્ગસ્થ નરભેરામભાઇ મોહનભાઈ ઉઘરેજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 108 બોટલ રક્ત એકત્રિત થયું હતું. આ રક્તદાન કેમ્પમાં રક્તદાનએ મહાદાન ઉક્તિને ચરિતાર્થ કરવામાં આવી હતી. સાથે સાથે ચકલી ઘર તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સાંજે સમગ્ર દેરાળા ગામને ધુવાણા બંધ જમણવારનું તથા રાત્રે ધુન-ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ પિતાના સ્મરણાર્થે દિકરી હેતલબેન દ્વારા શબવાહિની સેવામાં આપવામાં આવી હતી. મોરબી તથા મોરબીના આસપાસના ગામના લોકોને જરૂરિયાત હોય તેમને આ શબવાહિની સેવામાં આપવામાં આવશે. તેમજ મો.95860 52226 પર સંપર્ક કરી શકશે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments