મોરબીમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી સજા અને રૂા. ૮,૦૦,૦૦૦ નો દંડ તથા તે દંડની રકમમાથી ફરીયાદીને રૂા.૭,૨૩,૨૫૦ વળતર તરીકે ચૂકવવાનો હુકમ મોરબીના ત્રીજા એડી.ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ જે.વી.બુધ્ધની કોર્ટએ કરેલ છે.
કેસની વિગત જોઇએ, તો ફરીયાદી નાનક ઇન્ફાસ્ટ્રકચરના ભાગીદાર મયુર ગુણવંતભાઈ નાનકે આરોપી ભરતકુમાર ધિરૂભાઈ ભાવસાર, રહે-૨૦૪ બાબુભાઇ ચેમ્બર, આથવા ગેટ, સુરતવાળા સામે મોરબીની નામદાર અદાલતમાં ફોજદારી કેસમાં ચેક રીટર્નના કેસમાં થયેલા સમાધાન પેટે રૂા.૫,૫૦,૦૦૦ નો ચેક આરોપીએ પોતાની સહી કરીને ફરીયાદીને આપેલ.જે ચેક પરત ફરતા ફરીયાદીએ આ હાલની ફરીયાદના આરોપી-ભરતકુમાર ધિરૂભાઈ ભાવસાર સામે ચેક રીટર્ન થયા અંગેની નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ફરીયાદ મોરબીની ત્રીજા એડી ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ જે.વી.બુધ્ધ ની કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો હતો.
જે કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ જી.ડી.વરીયાની ધારદાર દલીલો અને નેગોશીએબલના કાયદાની જોગવાઇઓના આધારે તા.૨૯-૩-૨૪ ના રોજ ત્રીજા એડી. ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ જે.વી.બુધ્ધ એ આરોપી ભરતકુમાર ધિરૂભાઈ ભાવસારને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા અને રૂા.૮ લાખનો દંડ તથા તે દંડની રકમમાથી ફરીયાદીને રૂા.૭,૨૩,૨૫૦ વળતર ચૂકવવા હુકમ ફરમાવેલ છે.નામદાર અદાલત સમક્ષ ચેક રીટર્નના કેસમાં ફરીયાદી સાથે સમાધાન કરી સમાધાન પેટેનો ચેક આપી ફરીયાદી સાથે વિશ્વાસ અને ભરોસાનો ભંગ કરતાં આરોપીઓ માટે લાલબતી સમાન ચુકાદો કોર્ટેએ આપેલ છે.ફરીયાદી તરફે વકીલ તરીકે ગૌતમ વરીયા તથા બી.કે,ભટ્ટ રોકાયેલા હતા