વાંકાનેર અમદાવાદ હાઈવે પર ફટાકડા ફોડીને લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કરી બર્થ ડેની ઉજવણી કરનાર શખ્સો સામે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી ચાર શખ્સોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી છે
વાંકાનેર અમદાવાદ હાઈવે પર ગાડી પર કેક રાખી બેફામ થઈને ઉજવણી કરી હતી તો અવરાતાત્વોની જેમ હાથમાં ફટાકડા લઈને રોડ પર ભયનું વાતાવરણ ફેલાય તે રીતે ફોડવામાં આવ્યા હોવાનો વિડીયો સોસીયલ મીડિયામાં વાઈરલ થયો હતો જો કે વિડીયો સોસીયલ મીડિયામાં વાઈરલ થયા બાદ મીડિયાના માધ્યમથી બનાવ અંગે પોલીસને જાણ થઇ હતી અને કાર્યવાહી શરુ કરી તપાસ દરમિયાન જાહેરમાં બર્થ ડે નું ઉજવણી કરી ભયનો માહોલ ઉભો કરનાર બુરહાનુંદિન તૈયબઅલી મલકાની, હુશેન ઉર્ફે બાજી સબીરભાઈ હાથી, અમીરભાઇ મુસ્તાકભાઈ તાજાણી અને અજીજભાઈ મુસ્તુંભાઈ સરાવાલાને પોલીસે ઝડપી પાડી ફોર્ચ્યુંનાર કાર જીજે ૦૩ એમએચ ૫૩૦૦ કીમત રૂ.૩,૫૦,૦૦૦ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર સીટી પોલીસની આ કામગીરીમાં પી આઈ એચ વી ઘેલા, નારણભાઈ લાવડીયા, યશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, રવિભાઈ લાવડીયા, માલાભાઈ ગાંગીયા અને ધર્મરાજભાઈ ગઢવી સહિતની ટીમે કરેલ છે.
