મોરબી : મોરબી ટ્રાફિક પોલીસે માનવતાભરી કામગીરી કરી વાલીથી છુટ્ટા પડી ગયેલા એક ત્રણ વર્ષના બાળકનું વાલી સાથે મિલન કરાવ્યું હતું.ગઈકાલે મોરબીના નગર દરવાજા ટ્રાફિક ચોકી ખાતે એક ત્રણ વર્ષનો બાળક મળી આવ્યો હતો. આ બાળક તેના વાલીથી છુટ્ટું પડી ગયું હોય ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટરની સૂચનાથી ટ્રાફિક પીએસઆઈ ડી.બી. ઠક્કર, કોન્સ્ટેબલ ભાનુભાઈ, દેવાયતભાઈ, ટીઆરબી જવાન ફયાઝ ખાન પઠાણ તેમજ સ્થાનિક મહંમદ શાહ દ્વારા નાસ્તા ગલીની આજુબાજુ તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકના વાલી આવતા તેમની ખરાઈ કરીને બાળકને વાલીને પરત સોંપવામાં આવ્યું હતું.
–
