(પરેશ રાજગોર દ્વારા )દેશમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. જેને લઇ કાર્યકરોમાં ઉત્સાહ વધારવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ ભુજ આવી પહોંચ્યા હતા.પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે કચ્છના પ્રવાસે પહોચ્યા છે. ભુજ નજીક માધાપર પેજ કમિટી કાર્યકર્તા સંમેલન માં પાટીલ એ કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.કચ્છમાં ભૂંકપ બાદ વિકાશની ગાથા વર્ણવી હતી.તેમણે કાર્યકરોનું મહત્વ પક્ષ માટે શું છે તે સમજાવ્યુ હતું. ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ કાર્યકરોમાં ઉત્સાહ વધારવા મેદાનમાં ઉતર્યા છે
આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી રણછોડભાઈ દલવાડીકચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કનકસિંહ જાડેજા ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ ચાંગા અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી રાપરના ધારાસભ્ય શ્રી વીરેન્દ્રસિંહ જાડેજા મોરબીના ધારાસભ્ય શ્રીકાંતિલાલ અમૃતિયા સંગઠન પ્રભારી શ્રી કશ્યપભાઈ શુકલા ,કચ્છ લોકસભાના પ્રભારી શ્રી કમલેશભાઈ મીરાણી, ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા શ્રીમતી ડો. નીમાબેન આચાર્ય ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી વાસણભાઈ આહીર કચ્છ લોકસભાના પૂર્વ સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી, પાર્ટી આગેવાનશ્રીઓ, વિવિધ મંડલના હોદ્દેદારશ્રીઓ સાથે બહોળી સંખ્યામાં સૌ કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા…