પાટીદાર સમાજની દીકરીઓ વિશે કાજલ હિન્દુસ્તાનીએ કરેલ ટીપ્પણીનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે પાટીદાર સમાજ દ્વારા સતત વિરોધ પ્રદર્શન બાદ હવે આગામી તા. ૦૯ ના રોજ પાટીદાર સમાજ દ્વારા મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે
કાજલ હિન્દુસ્તાનીના નિવેદનના વિરોધમાં પાટીદાર સમાજ દ્વારા મહા રેલી યોજી કલેકટરને આવેદન પાઠવ્યું હતું તેમજ કાર્યવાહી કરવામાં ના આવતા પાટીદાર સમાજના યુવાનોએ મોરબી કોર્ટમાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ બદનક્ષીનો દાવો દાખલ કરવા અરજી કરી હતી અને પાટીદાર સમાજની મીટીંગ મળી હતી જેમાં આગામી તા. ૦૯ એપ્રિલના રોજ મંગળવારે સાંજે ૮ કલાકે બાપા સીતારામ ચોક ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જે મહા સંમેલનમાં પાટીદાર સમાજને ઉમટી પડવા હાકલ કરવામાં આવી છે



