મોરબીના લોકસભાની ચુંટણી અનુસંધાને દારૂના ગુનાઓમાં સંડોવાયેલ પાંચ શખ્સોને પાસા હેઠળ ડીટેઇન કરી મોરબી જીલ્લા પોલીસ દ્વારા અલગ-અલગ જીલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
મળતી વિગત મુજબ લોકસભાની સામાન્ય ચુંટણી યોજાનાર હોય જે ચુંટણી શાંતિપુર્ણ અને ભયમુકત વાતાવરણમાં યોજાય અને આર્દશ આચાર સહિતાનો અમલ થાય. તે હેતુથી મોરબી એલ.સી.બી. તથા તમામ પોલીસ સ્ટેશનના ના થાણા અધિકારીઓને ગેરકાયદેસર અસામાજીક પ્રવૃતિ કરતા શખ્સો વિરુધ્ધ અટકાયતી પગલા લેવા સુચના કરતા દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપી સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ ને મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટએ દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી સિંકદર ઉર્ફે સીકલો કાદરભાઇ મોવર ને પોરબંદર જેલ હવાલે, સાહિલ ઉર્ફે સવો રહેમાનભાઇ ચાનીયા અમદાવાદ જેલ હવાલે, હિતેષ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજુભાઇ મુંધવા લાજપોર સુરત જેલ હવાલે, યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા વડોદરા જેલ હવાલે અને કિશનભાઇ પ્રવિણભાઇ લવા વડોદરા જેલ હવાલે કરાયો પાંચે આરોપી વિરુધ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરી અને જે આરોપીઓને અટક કરી અલગ-અલગ ટીમો બનાવી ડીટેઇન કરી અલગ-અલગ જેલ ખાતે મોકલી આપેલ છે.
