કચ્છના સાંસદ વિનોદ ચાવડા એ કચ્છ જીલ્લાના ભુજ તાલુકા મધ્યે ચૂંટણી પ્રવાસ યોજી દેવ દર્શન સાથે વિવિધ ગામોમાં સભા યોજી આગામી લોકસભા ચૂંટણીમાં ૧૦૦% મતદાન કરાવવાના સંકલ્પ એવમ જનતા જનાર્દનના પ્રચંડ જનસમર્થન સાથે વિજય પ્રાપ્ત કરવા તેમજ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સફરમાં સૌ લોકોને સાથે લઈ ચાલવાનો સંકલ્પ કર્યો. આ ચુંટણી પ્રવાસમાં ભુજ તાલુકાના લાખોંદ,પધ્ધર, મમુઆરા, ધાણેટી, ડગાળા, શ્રવણ કાવડીયા, લોડાઇ, કુનરીયા, ઢોરી, સુમરાસર, લોરીયાઅને ઝુરા ગામનો સમાવેશ થાય છે. વિનોદભાઈ ચાવડા એ ચુંટણી પ્રવાસ દરમ્યાન સૌ ગ્રામજનો સાથે સંવાદ કરીઆદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે ગ્રામ્ય જીવનને શ્રેષ્ઠ અને વિકસિતબનાવવા માટે કરેલા કાર્યો તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશે સૌ ને માહિતગાર કર્યાઅને જનસમર્થન માટે અપીલ કરી હતી.
આ ચુંટણી પ્રવાસ દરમ્યાન જીલ્લા ભા.જ.પા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, અંજાર વિધાનસભાના ધારાસભ્યત્રિકમભાઈ છાંગા, ભુજ વિધાનસભાના ધારાસભ્ય કેશુભાઇ પટેલ, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદવરસાણી, એ.પી.એમ.સી. ચેરમેન હઠુભા જાડેજા, કચ્છ લોકસભાના પ્રભારી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, જિલ્લા ભા.જ.પા મહામંત્રી દિલીપભાઈ શાહ, ભુજ તાલુકા ભા.જ.પા પ્રમુખ ભીમજીભાઈ જોધાણી, મહામંત્રી દિનેશભાઈ ઠક્કર, જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રીમતીપારૂલબેન કારા, પાર્ટી આગેવાન રાહુલ ગોર, શિતલ શાહ, હરીભાઈ ઘાટીયા, અશોક બરાડીયા,દામજી આહીર, સુરેશ છાંગા, વિરમ આહીર, માવજી ગુંસાઇ સહીત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા
હતા.


