મોરબીમાં 17 એપ્રિલ ને બુધવાર થી 23 એપ્રિલ ને મંગળવાર (હનુમાન જયંતી) સુધી બોયઝ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.તા 17 એપ્રિલના રોજ સામતભાઈ જારીયાના જેલ રોડ પર આવેલા નિવાસ સ્થાનેથી પોથી યાત્રા નીકળી કથા મહોત્સવ સ્થળે પહોંચશે. કથા દરમિયાન દરરોજ ધાર્મિક પ્રસંગો ઉજવાશે. સાથે જ 18 એપ્રિલે રાત્રે 9-15 કલાકે લોકસાહિત્યકાર રાજભા ગઢવીનો લોક ડાયરો યોજાશે. 22 એપ્રિલના રોજ રાત્રે 9-15 કલાકે નિધિબેન ધોળકીયા, તેજશભાઈ શિશાંગીયા અને દિપકભાઈ જોષી દ્વારા શ્રીનાથજીની ઝાંખી યોજાશે.




