કચ્છ : કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા એ કચ્છ જીલ્લાના નખત્રાણા તાલુકા મધ્યે ચૂંટણી પ્રવાસ યોજી દેવ દર્શન સાથે વિવિધ ગામોમાં સભા યોજી આગામી લોકસભા ચૂંટણીમાં ૧૦૦% મતદાન કરાવવાના સંકલ્પ એવમ જનતા જનાર્દનના પ્રચંડ જનસમર્થન સાથે વિજય પ્રાપ્ત કરવા તેમજ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત,એક ભારત શ્રેષ્ઠ ભારત અને અંત્યોદય કલ્યાણના પ્રણને સંપૂર્ણપણે સિદ્ધ કરવા આહ્વાન કર્યું હતું. આ ચુંટણી પ્રવાસમાં નખત્રાણા તાલુકાના વડવા કાંયા, મંગવાણા, જીયાપર, માધાપર, મંજલ,તરા, કલ્યાણપર, લક્ષ્મીપર, ભડલી, મોરજર, સાંયરા, દેવપર (યક્ષ), ધાવડા મોટા, અંગીયા મોટા, અંગીયા નાના અને વિથોણ ગામનો સમાવેશ થાય છે.
આ ચુંટણી પ્રવાસ દરમ્યાન જીલ્લા ભા.જ.પા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, અબડાસા વિધાનસભાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જીલ્લા ભા.જ.પા મહામંત્રી ધવલભાઈ આચાર્ય, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન રાજુભાઈ જાડેજા, પાર્ટી આગેવાન દિલીપભાઇ
નરસીંગાણી, જેસુખભાઈ પટેલ, પરશોતમભાઈ વાસાણી, લાલજીભાઈ રામાણી, હરિસિંહ રાઠોડ, ભારત સોમ્યાણી, ખેંગાર રબારી, હંસરાજભાઈ કેસરાણી, નયનાબેન પટેલ, દક્ષાબેન ઠક્કર, ઉત્પલસિંહ જાડેજા, પ્રફુલ્લસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ જાડેજા, વસંતભાઈ વાઘેલા, ગુલામભાઈ બારાજ, પ્રકાશ મહેશ્વરી, હિતેશ ગોસ્વામી, કિરીટસિંહ જાડેજા, બાબુલાલ ચોપડા, ચંદનસિંહ રાઠોડ, રાજેશભાઈ દરજી સહિત સૌ પાર્ટી આગેવાનશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને
કાર્યકર્તાઓ જોડાયા હતા.


