અમિત અરોરાએ ઘુંટુ ખાતેના સ્ટ્રોંગ રૂમની પણ મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું
મોરબી : મોરબી જિલ્લામાં આવેલ ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારનો કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવેશ થાય છે ત્યારે કચ્છના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અમિત અરોરાએ મોરબી જિલ્લાની મુલાકત લઈ મોરબી જિલ્લાચૂંટણી તંત્ર સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી. આ મુલાકત દરમિયાન તેમણે મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આવેલ પોલિટેક્નિક કોલેજ, ઘુંટુ ખાતે સ્ટ્રોંગ રૂમની પણ મુલાકાત લીધી હતી.
લોકસભાની ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે અને ચૂંટણીને પગલે વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે. ત્યારે કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ મોરબી ૬૫-વિધાનસભા મતવિસ્તારની મુલાકાતે આવેલા કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરાએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરી, જિલ્લામાં ઉભા કરાયેલા સ્ટ્રોંગ રૂમ અને વિશિષ્ટ મતદાન મથકો, મતદારો માટેની વિવિધ સુવિધાઓ વગેરે બાબતે સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બેઠક દરમિયાન શ્રી અમિત અરોરાએ જિલ્લા ચૂંટણી તંત્રને વિવિધ સૂચનો પણ કર્યા હતા.
૬૫-વિધાનસભા મતવિસ્તારની મુલાકાત દરમિયાન અમિત અરોરાએ મોરબી વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ઘુંટુ ગામે સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ તલસ્પર્શી નિરીક્ષણ પણ કર્યું હતું અને જરૂરી સૂચનાઓ આપી હતી.

