મોરબી : મોરબી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા આગામી તા.10ના રોજ 43માં દરિયાલાલ પ્રભુ પ્રાગટય દિવસની ઉજવણી કરાશે. આ પ્રસંગ આરતી, રામાયણ પ્રવચન તેમજ પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા દરિયાલાલ જન્મ જયંતિ પ્રસંગે વરુણ યજ્ઞ સહિતના આયોજન કરવામાં આવ્યા છે અને સાવસર પ્લોટ મેઇન રોડ, દશાશ્રીમાળી વણીક જ્ઞાતીની ભોજનશાળા ખાતે સાંજે મહાપ્રસાદનું આયોજન કરાયું હોય ભાવિકજનોને લાભ લેવા જણાવાયું છે.
