મોરબી : ભારતીય જનતા પાર્ટીના 45માં સ્થાપના દિવસ નિમિતે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી.
જેમાં જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સાગરભાઈ સદાતિયા તેમજ શહેર યુવા ભાજપ પ્રમુખ જયદીપભાઈ પટેલ, તાલુકા યુવા પ્રમુખ પીન્ટુ સોરિયાની આગેવાનીમાં 200થી વધુ બાઈક સાથે ભવ્ય બાઈક રેલી યોજવામા આવી હતી. આ તકે જિલ્લા મહામંત્રી કે.એસ.અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા, લાખાભાઇ જારિયા, શહેર મહામંત્રી રિશિપભાઈ, ભાવેશભાઈતથા યુવા મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


