મોરબીની માળિયા ફાટક પાસે સર્વિસ રોડ પર ટ્રેલરે ના ચાલકે રાહદારીને હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો ટ્રેલર ચાલક વાહન મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચમુખી હનુમાન પાસે રહેતા પરેશભાઈ બીજલભાઈ ઉર્ફે હકાભાઇ ધામેચા એ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના મોટાભાઈ જગદીશભાઈ બીજલભાઈ ધામેચા (ઉ.૩૦) ચાલીને જતા હોય દરમિયાન માળિયા ફાટક પાસે સર્વિસ રોડ પર ચાલીને જતા હોય દરમિયાન ટ્રેલર આર જે જીએ ૬૮૭૦ ના ચાલકે હડફેટે લેતા જગદીશભાઈને ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે માળે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
