ઘરેઘરે ભાજપાનો ધ્વજ લહેરાવીએ દેશમાં ફરી એકવાર કમળ ખીલવીએ ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ નિમિત્તે રવાપર ચોકડી પર આવેલ દુર્લભજીભાઈ દેથરીયાના કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી, જિલ્લા પંચાયત મોરબી સહકાર-ઉત્પાદન સિંચાઈ વિભાગના ચેરમેન અજયભાઈ લોરીયા, જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સિંહ ઝાલા, તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

