મોરબી : મોરબીની હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સંચાલિત ડો. આંબેડકર શિક્ષણ સંસ્કાર કેન્દ્રનાં બાળકો સાથે સેવાદાતા ડો. અર્જુનભાઈ સુવાગીયાએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી શિક્ષણ કેન્દ્રનાં 23 જેટલાં બાળકોને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું . સાથો – સાથ બાળકોને ચોકલેટ અને નાસ્તો કરાવી તમામ બાળકોને ખુશખુશાલ કરી દીધાં હતા. આ કાર્યક્રમમાં પ્રાંત પ્રચાર પ્રમુખ વિપુલભાઈ અઘારા, મોરબી જીલ્લા પ્રમુખ લાલજીભાઈ કુનપરા, ડો. શૈલેજાબેન કુનપરા, સિવણ કેન્દ્ર સંચાલક કાજલબેન શુક્લ, આરતીબેન શુક્લ તેમજ સિવણ કેન્દ્રનાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


