મોરબીના સીટી મોલના અન્ડર ગ્રાઉન્ડ પાર્કિંગમાંથી બાઈકની ચોરી થઇ હોવની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ હોય જેને પગલે તપાસ દરમિયાન મોટર સાઈકલ ચોરી કરનાર શખ્સને રાજપર રોડ પરથી ચોરીના બાઈક સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીની રવાપર ચોકડી નજીક શ્રદ્ધા એપાર્ટમેન્ટમાં રહેતા આદર્શ પ્રાણજીવનભાઈ બારૈયા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. 2 ના રોજ રાત્રીના તેને પોતાનું મોટર સાઈકલ જીજે ૩૬ એડી ૦૪૨૧ કીમત રૂ.૩૦,૦૦૦ સીટી મોલના અન્ડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં પાર્ક કરેલ હોય જેથી કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી
તો મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન ચોરીમાં ગયેલ મોટર સાઈકલ સાથે આરોપી વશરામભાઈ નરસીભાઈ પરમાર રહે-શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ વાળાઓ પસાર થતા તેને રોકી મોટર સાઈકલના કાગળો માંગતા નહિ હોવાની જણાવતા પોલીસે પોકેટ કોપથી સર્ચ કરતા મોટર સાઈકલ ચોરીનું હોવાની માહિતી મળતા વશરામભાઈને ચોરીના મોટર સાઈકલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એ ડીવીઝન પોલીસની આ કામગીરીમાં પી આઈ એચ એ જાડેજા, પી એસ આઈ એ વી પાતળીયા, રાજદીપસિંહ પ્રતાપસિંહ, કિશોરભાઈ મેણદભાઈ, અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ, ચકુભાઈ દેવશીભાઈ, ધર્મેન્દ્રભાઈ અંબારામભાઈ, હિતેશભાઈ વશરામભાઈ, સિદ્ધરાજસિંહ અનિરુધ્ધસિંહ,સિદ્ધરાજભાઈ કાનજીભાઈ, અરજણભાઈ મેહુરભાઈ, તેજાભાઈ આણંદભાઈ સહીત ની ટીમે કરેલ છે
