કચ્છ:કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા એ કચ્છ જીલ્લાના માંડવી તાલુકા મધ્યે ચૂંટણી પ્રવાસ સાથે દેવ દર્શન કર્યા અને વિવિધ ગામોમાં સભાઓ યોજી આગામી લોકસભા ચૂંટણીમાં ૧૦૦% મતદાન કરાવવાના સંકલ્પ એવમ જનતા જનાર્દનના પ્રચંડ જનસમર્થન સાથે વિજય પ્રાપ્ત કરવા તેમજ વિકસ ગુજરાતથી વિકસિત ભારતની સફરમાં સૌ લોકોને સાથે લઈ ચાલવાનો સંકલ્પ કર્યો. આ ચુંટણી પ્રવાસમાં માંડવી તાલુકાના રામપર –વેકરા, દરશડી – મોમાયમોરા, લુડવા, ભેરૈયા, વિરાણી નાની, રાજપર, દેવપર, મઉ મોટી (રત્નાપર), મકડા (પોલડીયા), ભોજાય (કોટડી), પદમપુર, બાયઠ, જનકપુર, શીરવા, ગંગાપર અને ગઢશીશા ગામનો સમાવેશ થાય છે.
વિનોદભાઈ ચાવડા એ ચુંટણી પ્રવાસ દરમ્યાન સૌ ગ્રામજનો સાથે સંવાદ કરી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે ગ્રામ્ય જીવનને શ્રેષ્ઠ અને વિકસિત બનાવવા માટે કરેલા કાર્યો તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે સૌ ને માહિતગાર કર્યા અને જનસમર્થન માટે અપીલ કરી હતી.
આ ચુંટણી પ્રવાસ દરમ્યાન જીલ્લા ભા.જ.પા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુધ્ધભાઈ દવે, જિલ્લા ભા.જ.પા મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય, માંડવી તાલુકા પંચાયતનાપ્રમુખ શ્રી કેવલભાઈ ગઢવી, માંડવી તાલુકા ભા.જ.પા પ્રમુખ શ્રી સુરેશભાઈ સંઘાર, પ્રફુલ્લસિંહ જાડેજા, કેસવજીભાઈ રોશીયા, ગંગાબેન સેંઘાણી, એ.પી.એમ.સી. ચેરમેન કેશુભાઈ પારસીયા, મહેન્દ્રભાઈ રામાણી, વિક્રમસિંહ જાડેજા, ઝવેરબેન ચાવડા, તાપસભાઇ શાહ, અમુલભાઈ દેઢીયા, રાણશીભાઈ ગઢવી, હરેશભાઈ સેંઘાણી, નિલેશભાઈ મહેશ્વરી, જગદીશભાઈ મહેશ્વરી, રાજેન્દ્રગીરી ગોસ્વામી સહીત હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા.

