મોરબીના કાલિકા પ્લોટમાં રહેતો ઇસમ ઈંગ્લીશ દારૂના ગુનામાં અવારનવાર પકડાયો હોય જેથી આરોપી વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી વોરંટ ઈશ્યુ થતા ઈસમને અમદાવાદ જેલહવાલે કરવામાં આવ્યો છે
મોરબી જીલ્લા પોલીસવડા અને ડીવાયએસપીની અસામાજિક તત્વોની પ્રવૃતિને ડામવા માટેની સુચના અન્વયે એ ડીવીઝન પોલીસ દ્વારા ઈંગ્લીશ દારૂના ગુનામાં અવારનવાર પકડાયેલ અસામાજિક ઇસમ અસ્લમ સલીમ ચાનિયા (ઉ.વ.૩૮) રહે કાલિકા પ્લોટ શેરી નં ૦૨ મોરબી વાળા વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેકટર મોરબીને મોકલતા પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું જેથી ઇસમની અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ જેલહવાલે કરાયો છે
