વાંકાનેર તાલુકાના જડેશ્વર મંદિર પાસે આવેલ બસ સ્ટેન્ડ પાછળથી દેશી હાથ બનાવટના હથિયાર સાથે એક ઈસમને પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એસઓજી ટીમ લોકસભા ચુંટણીને પગલે પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે વાંકાનેરના જડેશ્વર મંદિર પાસે આવલ બસ સ્ટેન્ડ પાછળ રેડ કરી હતી જ્યાં આરોપી જાવેદ અલ્લારખા સંધવાણી (ઉ.વ.૨૫) રહે માલાણી શેરી માળિયા વાળાને ઝડપી લીધો હતો જે આરોપીના કબજામાંથી દેશી હાથ બનાવટની જામગરી હથિયાર નંગ ૦૧ કીમત રૂ ૫૦૦૦ કબજે લઈને આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
