કચ્છ:કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા એ કચ્છ જીલ્લાના અબડાસા તાલુકામાં ચૂંટણી પ્રવાસ સાથે દેવ દર્શન કર્યા અને વિવિધ ગામોમાં સભાઓ યોજી આગામી લોકસભા ચૂંટણીમાં ૧૦૦% મતદાન કરાવવાના સંકલ્પ તેમજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને તેના ફાયદાઓ અંગે સંવાદ કરી સૌને માહિતગાર કર્યા અને જનસમર્થન માટે અપીલ કરી. આ ચુંટણી પ્રવાસમાં અબડાસા તાલુકાના સણોસરા, નરેડી, મોથાળા, હાજાપર, વીંઝાણ, ડુમરા, વરાડિયા, ખીરસરા(કો), અને કોઠારા ગામનો સમાવેશ થાય છે.
આ ચુંટણી પ્રવાસ દરમ્યાન જીલ્લા ભા.જ.પા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, અબડાસા તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ ભાનુશાળી, મહામંત્રી જયદીપસિંહ જાડેજા, અરવિંદભાઈ શાહ, તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ઉપપ્રમુખ શ્રીમતી રમીલાબેન ગજરા, પાર્ટી હોદ્દેદારશ્રી અનુભા જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, પરેશસિંહ જાડેજા, વાડીલાલ પોકાર, શંકરભાઈ પટેલ, શાંતાબેન પટેલ, સંગીતાબેન ગોસ્વામી, વિક્રમસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજા, નરપતસિંહ સોઢા, લાલજીભાઈ રામાણી, બળવંતસિંહ ભોઈ, જય ગજરા સહીત હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા.



