15 એપ્રિલે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ
મોરબી : રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત આગામી તારીખ 15 એપ્રિલના રોજ એડમિશન પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ યોજાશે. આ વર્ષે RTE અંતર્ગત મોરબી જિલ્લામાં કૂલ 594 જગ્યાએ છે. જેની સામે જિલ્લાભરમાંથી કૂલ 4477 અરજીઓ આવી હતી. જેમાંથી 3546 અરજીઓ માન્ય રાખવામાં આવી છે.
કૂલ 594 જગ્યાઓમાં ગુજરાતી માધ્યમની શાળાઓમાં 292 અને અગ્રેજી માધ્યમની શાળાઓમાં 302 જગ્યાઓ છે. તાલુકા મુજબ જગ્યાઓની જો વાત કરીએ તો, હળવદ તાલુકામાં કૂલ 21 જગ્યા, માળીયા તાલુકામાં 3 જગ્યા મોરબી તાલુકામાં 398 જગ્યા ટંકારા તાલુકામાં 121 જગ્યા અને વાંકાનેર તાલુકામાં 51 જગ્યાઓ પર RTE અંતર્ગત પ્રવેશ આપવામાં આવશે.


