જો કાજલ હિન્દુસ્તાની માફી નહિ માંગે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
આગામી સમય માં મોરબી પાટીદાર સમાજ કાનુની લડાઈ લડશે
સંમેલન માં ખુબ જ મોટી સંખ્યામાં પાટીદાર સમાજ ના લોકો,પાટીદાર અગ્રણી, તેમજ અલગ અલગ પાટીદાર સંસ્થાના આગેવાનો જોંડાયા
મોરબી :થોડા સમય પહેલા સુરત ખાતે જાહેર કાર્યક્રમ માં કાજલ હિન્દુસ્તાની નામ ની મહિલા એ જે મોરબી પાટીદાર ની દીકરીઓ અને તેમની માતા વિષે જે ટિપ્પણી કરી હતી.તેને લઈ ને મોરબી પાટીદાર સમય માં ખુબ જ રોષ જોવા મળી રહ્યો હતો.વિવાદિત ટિપ્પણી ને લઈ ને પાટીદાર સમાજ દવારા આજે એક મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું .આ કાર્યક્રમ માં પાટીદાર સમાંજ ના લોકો ખુબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા.આગામી સમય માં મોરબી પાટીદાર સમાજ કાનૂની લડાઈ લડશે તેવું આહવાન કરવામાં આવ્યું હતું.મોરબી પાટીદાર સમાજ ની ફક્ત એક જ માંગ છે કાજલ હિન્દુસ્તાની જે મોરબી પાટીદાર સમાજ ની દીકરીઓ અને માતા પર જે ટિપ્પણી કરી છે તેની માફી માંગે
આ સંમેલનમાં જોધપર કુમાર છાત્રાલયના પ્રમુખ જયંતિભાઈ પટેલ, શનાળા પટેલ વાડીના પ્રમુખ નરભેરમભાઈ શિરવી, મોરબી જિલ્લા પાટીદાર સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મનુભાઈ કૈલા, ઉદ્યોગપતિ લીંબાભાઈ મસોત,કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના ઉપપ્રમુખ ત્રમ્બકભાઈ ફેફર, સીરામીક એસોસિએશનના પ્રમુખો મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઇ બોપલીયા, વિનોદભાઈ ભાડજા, પાટીદાર અગ્રણી ટી.ડી. પટેલ, વિનુભાઈ વિડજા, એ.કે. પટેલ, અનિલ વરમોરા ,જયંતિભાઈ પટેલ,કિશોરભાઈ ચીખલીયા ,મનોજ પનારા,પંકજ રાણસરીયા,જયદીપ દેત્રોજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.




