કચ્છ : કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા એ કચ્છ જીલ્લાના ગાંધીધામ તાલુકા મધ્યે ચૂંટણી પ્રવાસ યોજી દેવ દર્શન સાથે વિવિધ ગામોમાં સભા યોજી આગામી લોકસભા ચૂંટણીમાં ૧૦૦% મતદાન કરાવવાના સંકલ્પ એવમ જનતા જનાર્દનના પ્રચંડ જનસમર્થન સાથે વિજય પ્રાપ્ત કરવા તેમજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત અને અંત્યોદય કલ્યાણ ના પ્રણને સંપૂર્ણપણે સિદ્ધ કરવા આહ્વાન કર્યું હતું.
આ ચુંટણી પ્રવાસમાં ગાંધીધામ તાલુકાના શિણાય, અંતરજાળ, ભારાપર, કિડાણા, મચ્છુનગર
અને ઇન્દિરાનગર ગામનો સમાવેશ થાય છે.
આ ચુંટણી પ્રવાસ દરમ્યાન જીલ્લા ભા.જ.પા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જીલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ગાંધીધામ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, જીલ્લા ભા.જ.પા મહામંત્રી ધવલભાઈ આચાર્ય, ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, ગાંધીધામ તાલુકા ભા.જ.પા ના પ્રમુખ બાબુભાઈ ગુજરીયા, શહેર ભા.જ.પા પ્રમુખ પંકજભાઈ ઠક્કર, પાર્ટી આગેવાન દેવુભા જાડેજા, મોમાયાભાઈ ગઢવી, વલમજીભાઈ હુંબલ, ધનજીભાઈ હુંબલ, પાર્થભાઈ મોદી સહિત સૌ પાર્ટી આગેવાનો , હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.

