કચ્છ : કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા એ કચ્છ જીલ્લાના અંજાર તાલુકા મધ્યે ચૂંટણી પ્રવાસ યોજી દેવ દર્શન સાથે વિવિધ ગામોમાં સભા યોજી આગામી લોકસભા ચૂંટણીમાં ૧૦૦% મતદાન કરાવવાના સંકલ્પ એવમ જનતા જનાર્દનના પ્રચંડ જનસમર્થન સાથે વિજય પ્રાપ્ત કરવા તેમજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત અને અંત્યોદય કલ્યાણના પ્રણને સંપૂર્ણપણે સિદ્ધ કરવા આહ્વાન કર્યું હતું.
આ ચુંટણી પ્રવાસમાં અંજાર તાલુકાના બીટા વલાડીયા (ઉગમણા-આથમણા), નગા વલાડીયા,વીરા, માથક, સંઘડ ગામનો સમાવેશ થાય છે.
આ ચુંટણી પ્રવાસ દરમ્યાન જીલ્લા ભા.જ.પા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, જીલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, જીલ્લા ભા.જ.પા મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય, પાર્ટી આગેવાન વલમજીભાઈ હુંબલ, શંભુભાઈ આહીર, વિકાસભાઈ રાજગોર, શોભનાબા જાડેજા, ભારતભાઈ શાહ, વસંતભાઈ કોડરાણી, વૈભવભાઈ કોડરાણી, માવજીભાઈ શેઠિયા, મનજીભાઈ આહીર, કાનજીભાઈ આહીર સહિત સૌ
પાર્ટી આગેવાનશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા.





