કચ્છ: મંગળવારે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા એ કચ્છ જીલ્લાના ગાંધીધામ શહેર મધ્યે ચૂંટણી પ્રવાસ સાથે દેવ દર્શન કર્યા અને વિવિધ સ્થળોએ સભાઓ યોજી આગામી લોકસભા ચૂંટણીમાં ૧૦૦% મતદાન કરાવવાના સંકલ્પ એવમ જનતા જનાર્દનના પ્રચંડ જનસમર્થન સાથે વિજય પ્રાપ્ત કરવા તેમજ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સફરમાં સૌ લોકોને સાથે લઈ ચાલવાનો સંકલ્પ કર્યો.
વિનોદભાઈ ચાવડા એ ગાંધીધામ સ્થિત ગુરુદ્વારા મધ્યે શ્રી ગુરૂનાનક દેવ જીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને શીખ સમુદાયના સૌ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તેમજ ગાંધીધામ શહેર મધ્યે કેરેલા સમાજ, ઓડિશા સમાજ, તમિલ સમાજ, રાજસ્થાન સમાજ અને ઉત્તર ભારતીય સમાજના વસવાટ કરી રહેલા સૌ આગેવાનશ્રીઓ અને સમાજના ઉપસ્થિત સૌ લોકોની ઉપસ્થિતિમાં બેઠકો યોજી મતદાન કરવા આહ્વાન કર્યું અને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ના સંકલ્પને સાકાર કરવા જનસમર્થન માટે અપીલ કરી હતી. તથા ગાંધીધામ મધ્યે આદ્યશક્તિ શ્રી કાલિકા માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા સાથે બંગાલી એસોસિએશનના આગેવાનશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
વિનોદભાઈ ચાવડા એ ગાંધીધામ ખાતે શ્રી એચ.કે.ટી સિંધી સેવા ટ્રસ્ટ દ્વારા ચેટી ચાંદ પર્વની ઉજવણી અંતર્ગત આયોજિત ‘મ્યુઝિકલ હાઉઝી’ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આ ચુંટણી પ્રવાસ દરમ્યાન ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, નગર અધ્યક્ષ તેજસભાઇ શેઠ, ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ ઠક્કર, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, પાર્ટી આગેવાનશ્રીઓ અને કાર્યકર મિત્રો જોડાયા હતા…



