મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે તાલુકાના ખોડાપીપર(કોયલી) ગામ નજીક આવેલ કેનાલ પાસે દરોડો પાડી વિદેશી દારૂના 255 ચપલા સાથે એક શખ્સોને ઝડપી લઈ અન્ય આરોપીનું નામ ખોલાવ્યું હતું
જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલી કે, મોરબી તાલુકાના ખોડાપીપર (કોયલી) ગામ પાસે આવેલ કેનાલમાં અમુક ઈસમો વિદેશી દારૂની બોટલો સગેવગે કરી રહ્યા છે. આ બાતમીને આધારે રેઇડ કરતા આરોપી મિયાજર ઉર્ફે જગો લક્ષ્મણભાઇ જારીયા, રહે.ખોડાપીપર(કોયલી) તા.જી.મોરબી વાળો વિદેશી દારૂના ચપલા સગેવગે કરતા મળી આવતા પોલીસે સ્થળ ઉપરથી 255 નંગ ચપલા કિંમત રૂપિયા 25,500 કબ્જે કર્યા હતા.
વધુમાં દરોડા દરમિયાન પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછતાછમાં વિદેશી દારૂનો આ જથ્થો આરોપી ભુપતભાઇ દેવજીભાઇ કુંભારવાડીયા રહે. ફડસરવાળા પાસેથી વેચાણ કરવા લીધેલ હોવાની કબૂલાત આપતા મોરબી તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ કામગીરી આ પોલીસ ઇન્સ્પેકટર એન.આર.મકવાણા અને પો.સ.ઈ. બી.એમ.બગડા તથા પોલીસ હેડ કોન્સ.દિનેશભાઈ બાવળીયા તથા અજીતસિંહ પરમાર,હરેશભાઈ આગલ,વનરાજભાઈ ચાવડા,જયદીપભાઈ પટેલ, પંકજભા ગુઢડા,કેતનભાઈ અજાણા,કુલદીપસિંહ કાનગડ,પૃથ્વીરાજસિંહ જાડેજા,દિલીપસિંહ ચૌહાણ ,યશવંત ઝાલા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી

