કચ્છ:કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા એ કચ્છ જીલ્લાના અંજાર, ગાંધીધામ અને આદિપુર શહેર/તાલુકા મધ્યે દેવ દર્શન સાથે વિવિધ ગામોમાં બેઠકો યોજી આગામી લોકસભા ચૂંટણીમાં ૧૦૦% મતદાન કરાવવાના સંકલ્પ એવમ જનતા જનાર્દનના પ્રચંડ જનસમર્થન સાથે વિજય પ્રાપ્ત કરવા તેમજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના,વિકસિત ભારત,એક ભારત શ્રેષ્ઠ ભારત અને અંત્યોદય કલ્યાણના પ્રણને સંપૂર્ણ પણે સિદ્ધ કરવા આહ્વાન કર્યું હતું.
આ ચુંટણી પ્રવાસમાં અંજાર તાલુકાના લાખાપર, ગાંધીધામ તાલુકાના મીઠી રોહર, આદિપુર શહેર તથા ગાંધીધામ શહેરનો સમાવેશ થાય છે.
વિનોદભાઈ ચાવડા એ ગાંધીધામ શહેર ભા.જ.પ કાર્યાલય મધ્યે વિવિધ સમાજ અને પક્ષના આગેવાનો, હોદ્દેદારો અને તેમના સમર્થકોને ખેસ અને ટોપી પહેરાવી ભા.જ.પા માં જોડયા હતા. તેમજ પરમ પુજનીય ભગવાન શ્રી દરિયાલાલ દેવ ની ૮૫૧મી જન્મજયંતીના પાવન પર્વ નિમિત્તે અંજાર લોહાણા મહાજન, ગાંધીધામ લોહાણા મહાજન, ગાંધીધામ સિન્ધી સમાજ દ્વારા આયોજિત શોભાયાત્રા – રવાડી, ગાંધીધામ લોહાણા મહાજન દ્વારા આયોજિત ભજન સંધ્યા, આદિપુર લોહાણા મહાજન દ્વારા આયોજિત સ્નેહમિલન પ્રસંગે ઉપસ્થિત રહી સમાજના સૌ લોકોને ચેટીચાંદ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. અને ગાંધીધામ આર્ય સમાજ દ્વારા આયોજિત રથયાત્રા પ્રસંગે હાજરી આપી હતી. તેમજ આદિપુર મધ્યે શ્રી કચ્છી ગુર્જર લુહાર જ્ઞાતિ મંડળ (વિશ્વકર્મા સમાજ), ખારવા સમાજ સાથે વિવિધ સમાજના આગેવાનો અને સમાજના લોકો તેમજ ભુજ તાલુકાના ધાણેટી ગામે શ્રી મેઘવંશી ગુર્જર બત્રીસી સમાજના આગેવાનો અને સમાજના લોકો સાથે બેઠક યોજી હતી.
આ ચુંટણી પ્રવાસ દરમ્યાન જીલ્લા ભા.જ.પા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, જીલ્લા ભા.જ.પા મહામંત્રી ધવલભાઈ આચાર્ય, નગર અધ્યક્ષ તેજસભાઈ શેઠ, શહેર ભા.જ.પ પ્રમુખ પંકજભાઈ ઠક્કર, નગરપાલિકાના કાઉન્સીલર મિત્રો સાથે પાર્ટી આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.




