(બળદેવ ભરવાડ દ્વારા)
હળવદ : ઝાલાવાડની શૈક્ષણિક નગરી તરીકે પ્રસિદ્ધ મહર્ષિ ગુરુકુલના આંગણે મહર્ષિ ઈંગ્લીશ સ્કુલ (CBSE) દ્વારા દિનાંક 13 એપ્રિલ 2024 ના રોજ કલારસિક બાળકોની કલાકૃતિઓને નિહાળી પ્રોત્સાહિત કરવા અને વર્ષ દરમિયાન મેળવેલી શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવા कलार्पणम् કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.कलार्पणम् કાર્યક્રમમાં 300 જેટલા વિદ્યાર્થીઓ પોતાની કલા પ્રદર્શિત કરી. આ કાર્યક્રમમાં હળવદ શહેરના 3500 જેટલા વાલીઓએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા.
વિદ્યાર્થીઓ દ્વારા માતા પિતાને નમસ્કાર, સોશ્યલ મીડિયા અંગે જાગૃતિ, ઓલ્ડ ઈઝ ગોલ્ડ , પર્યાવરણ અંગે જાગૃતિ, શિક્ષણ ગાથા, જેવી કૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની વિવિધ કલા પ્રદર્શિત કરી . મહર્ષિ ગુરુકુલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રજનીભાઇ સંઘાણી ના જણાવ્યા મુજબ NEP -2020 ની ઘોષણા પછી મહર્ષિ ગુરુકુલ શિક્ષણમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિને પ્રસ્થાપિત કરવા અવિરત પ્રયાસ કરી રહ્યુ છે તેના ભાગ સ્વરૂપે જ कलार्पणम् કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમથી નાના નાના બાળકોની અદ્રશ્ય આવડત બહાર આવશે. વિદ્યાર્થીઓ નવસર્જન તરફ વળશે. અને સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસ કરનાર તમામ સ્ટાફ મિત્રોને અભિનંદન સાથે શુભેચ્છાઓ.




