મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે પુષ્પરાજસિંહ જાડેજાની નિમણુંક કરવામાં આવી છે. જે બદલ પુષ્પરાજસિંહ ઉપર ઠેર ઠેરથી શુભકામનાઓ વર્ષી રહી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે મોરબી જીલ્લા એન.એસ.યુ.આઈ. યુવા કોંગ્રેસમાં સફળ નેતૃત્વ કરીને યુવાનોને સાથે રાખીને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે લડતા યુવા નેતા પુષ્પરાજસિંહ જાડેજાની આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. જેને મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવકારવામાં આવે છે.



