Wednesday, July 23, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiવીંછીયા તાલુકા થોરીયાળી ગામે રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ

વીંછીયા તાલુકા થોરીયાળી ગામે રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ

સમસ્ત થોરીયાળી ગામ દ્વારા ભવ્ય આયોજન,

રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકા થોરીયાળી ગામ સમસ્ત દ્વારા થોરીયાળીના રામજી મંદિરના પાવન આંગણે તા.15 એટલે આજથી 17 એપ્રિલ સુધી રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

થોરીયાળીના રામજી મંદિરના પાવન આંગણે આજથી નૂતન રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થતાં સમસ્ત ગ્રામજનોમાં હરખની હેલી જોવા મળી હતી. જેમાં યજ્ઞ સહિતના ધાર્મિક વિધિવિધાનના કાર્યકમો યોજાયા હતા.તેમજ ત્રણ દિવસ સુધી મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમસ્ત ગ્રામજનો ભારે શ્રદ્ધા અને ઉત્સાહભેર ભાગ લીધો છે.આ મહોત્સવ માં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા,પૂર્વ ધારાસભ્યય ડો.ભરતભાઈ બોઘરા (ઉપાધ્યક્ષ,BJP,ગુજરાત પ્રદેશ),થોરીયાળી ગામના વતની અને મિલેનીયમ ગ્રુપના ચેરમેન મનસુખભાઈ પોલાભાઈ કોરડીયા, મોરબી પેપરમીલ એસોસીએસન પ્રમુખ વિપુલભાઈ કોરડીયા સહિતના આગેવાનો આ મહોત્સવ માં હાજરી આપશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments