કચ્છ :ભારતીય સંવિધાનના શિલ્પકાર અને મહાન સમાજ સુધારક ડો.બાબાસાહેબ આંબેડકર જીની ૧૩૩મી જન્મ જયંતિ નિમિતે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા એ ભુજ મધ્યે ભીમરાવગ્રુપ દ્વારા આયોજીત મહાશોભાયાત્રા પ્રસંગે હાજરી આપી સાથે ડો.બાબા સાહેબ આંબેડકર જીની પ્રતિમાને હારારોપણ કર્યું હતું.
વિનોદભાઈ ચાવડા એ ભુજ ખાતે શરૂ કરાયેલ કાજાણી મેડીકેર હોસ્પિટલ ના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહી ડો.ઝયનુલ કાજાણી અને તેમના પરિવારને આ નવા સોપાન બદલ અભિનંદન પાઠવ્યા તથા સફળતાની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ અબડાસા તાલુકાના રાતા તળાવ ગામે શ્રી સદગુરૂ મેડિકલ એન્ડ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત મેગા મેડીકલ કેમ્પમાં હાજરી આપ હતી.આ સાથે તેમણે નખત્રાણા તાલુકાના ધાવડા મોટા ગામે શ્રી
સમસ્ત લોંચા પરિવાર દ્વારા આયોજિત શ્રી મોમાય માતાજી નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે હાજરી આપી અને નવાનગર, નખત્રાણા મધ્યે ડૉ.બાબાસાહેબ આંબેડકર જીની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કર્યું.
પ્રવાસદરમ્યાન ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજ શહેર ભા.જ.પ ના હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ તથા અબડાસા તાલુકા ભા.જ.પા ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.







