કચ્છ: નવા લક્ષ્યાંકોના નિર્ધારણ અને નવા સંકલ્પ સાથે નવીન આયામો હાંસિલ કરવાની પ્રતિબધ્ધતા સાથે સમાયોજન સાંધવા આપની વચ્ચે હું હાજર થયો છું. સતત જાગૃતિ દાખવી લોક પ્રશ્નોને વાચા આપવા અને તેના નિરાકરણ માટે હું હરહંમેશ પ્રયત્નશીલ રહ્યો છું અને રહીશ તેમ જણાવતા કચ્છ લોકસભા ભા.જ.પ. ના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડા એ રવિવારે માંડવી ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકરો દ્વારા આયોજીત ભવ્ય બાઈક રેલીમાં જણાવ્યું હતું.
આ બાઈક રેલીમાં વિનોદભાઈ ચાવડા નું નગરજનોએ બહુમાન કરી સ્વાગત – સત્કાર કર્યું હતું અને નગરજનોમાં ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસને વિકાસમાં રૂપાંતરિત કર્યાની અપાર ખુશી સ્પષ્ટપણે જોવા મળી હતી.
વિનોદભાઈ ચાવડા એ ચુંટણી પ્રવાસ દરમ્યાન માંડવી ખાતે વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલ યુવાનો,આગેવાનો, પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ સમાજના પ્રમુખ, ટ્રસ્ટીઓ તથા અગ્રણીઓ સાથે બેઠક કરી સંવાદ કર્યો સાથે ‘અબકી બાર, ૪૦૦ પાર’ ના સંકલ્પને સાકાર કરવા મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને ફરીવાર દેશનું સુકાન સોંપવા ઉપસ્થિત સૌને આહ્વાન કર્યું હતું.
આ બેઠકમાં ઉપસ્થિત સૌ લોકોએ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશ વિકાસના પંથે સતત આગળ વધી રહ્યું છે ત્યારે ઉપસ્થિત સૌ લોકોએ વિશ્વાસ વ્યકત કરી ‘ફિર એક બાર મોદી સરકાર’ અંગે કટીબદ્ધતા વ્યક્ત કરી હતી. શ્રી વિનોદભાઈ ચાવડા એ ભારત બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર જીની ૧૩૩મી જન્મ જયંતી નિમિત્તે માંડવી ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર જીની પ્રતિમાને હારારોપણ કર્યું તથા સ્વામીનારાયણ મંદિર, માંડવી મધ્યે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા સાથે પૂજ્ય સંતો- મહંતોના શુભાશિષ પ્રાપ્ત કર્યા હતા તેમજ ધર્મગુરૂ પ.પૂ.પીર શ્રી નારાણ દાદા લાલણ દેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ ચુંટણી પ્રવાસ દરમ્યાન જીલ્લા ભા.જ.પા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, માંડવીના ધારાસભ્ય શ્રી અનિરૂધ્ધભાઇ દવે, નગર અધ્યક્ષ શ્રી હરેશભાઈ વિંઝોડા, કારોબારી ચેરમેન શ્રી વિશાલભાઈ ઠક્કર, માંડવી શહેર ભા.જ.પ પ્રમુખ શ્રી દેવાંગભાઈ દવે, મહામંત્રી શ્રી કિશનસિંહ જાડેજા, શ્રી કમલેશભાઈ ગઢવી, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, વિવિધ મોરચાના હોદ્દેદારશ્રીઓ સાથે યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા..






