સર્વે સનાતની હિન્દુ સંગઠન દ્વારા રામનવમીના પાવન અવસરે રામનવમી વિજય યાત્રા યોજાશે જે ભવ્ય શોભાયાત્રા મોરબી શહેરના મુખ્યમાર્ગો પર ફરી વળશે અને દરબાર ગઢ ખાતે પૂર્ણ કરાશે જ્યાં મહાઆરતી યોજાશે
મોરબીમાં રામનવમી વિજયયાત્રાના આયોજન સંદર્ભે આજે સર્વે સનાતની હિન્દુ સંગઠનોની બેઠક યોજાઈ હતી જેમાં રામનાવ્મી વિજયયાત્રાનો રૂટ નક્કી કરવામાં આવ્યો હતો રામનવમી વિજયયાત્રા તારીખ ૧૭ ને બુધવારે બપોરે ૪ કલાકે સર્કીટ હાઉસથી પ્રસ્થાન કરશે જે ભવ્ય શોભાયાત્રા ડીજે સાથે મહારાણા પ્રતાપ સર્કલ, શક્તિ ચોક, ત્રિકોણ બાગ, નવાડેલા રોડ, જુના બસ સ્ટેન્ડ, રામ ચોક, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ, બાપા સીતારામ ચોક, એવન્યુ પાર્ક, સીતા ચોક, ચકીયા હનુમાન મંદિર, ગાંધી ચોક, નગર દરવાજા સહિતના વિસ્તારોમાં ફરીને ગ્રીન ચોક અને દરબાર ગઢ ખાતે પૂર્ણ કરાશે જ્યાં રામ મહેલ મંદિર ખાતે મહા આરતી યોજાશે




