Tuesday, July 22, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી નજીક સિરામિક ફેક્ટરીમાંથી 11.55 લાખનો અનઅધિકૃત પેટ્રોલીયમ જથ્થો પકડાયો

મોરબી નજીક સિરામિક ફેક્ટરીમાંથી 11.55 લાખનો અનઅધિકૃત પેટ્રોલીયમ જથ્થો પકડાયો

લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેન્કર, બોલેરો સહિત કુલ 36.50લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

મોરબી : મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે મોરબી-જેતપર રોડ ઉપર આવેલ લાર્સન ફેકટરીમાં દરોડો પાડી રૂપિયા 11.55 લાખનો અનઅધિકૃત પેટ્રોલીયમ પ્રવાહી લીટર 16,500નો જથ્થો કબ્જે કરી ટેન્કર, બોલેરો સહિત કુલ રૂપિયા 36.50લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી પીઆઇ એમ.પી.પંડયા, પીએસઆઇ એસ.આઇ.પટેલ, કે.એચ.ભોચીયા તથા એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ ચંદુભાઇ કાણોતરા, ઇશ્વરભાઇ કલોતરા, ભરતભાઇ જીલરીયા તથા પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ પરમારને બાતમી મળી હતી કે, મોરબી-જેતપર રોડ બેલા ગામ પાસે આવેલ લાર્સન સીરામીક કારખાનામાં ટ્રક ટેંકર નંબર- GJ-39-T-5238 વાળામાંથી બોલેરો પીકઅપ ટેંકર નં-GJ-06-AZ-7597 વાળામાં અનઅધિકૃત રીતે ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભેળસેળ યુકત જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો કાઢી હેરાફેરી કરવામાં આવે છે.

જે બાતમીને આધારે લાર્સન સીરામીકમાં રેઇડ પાડતા મહેશભાઈ ઉર્ફે ભગવાનજીભાઇ અરજણભાઇ દેત્રોજા, રહે. મોરબી ન્યુ ચંદ્રેશ સોસાયટી, પંચાસર રોડ મુનનગર ચોક, મોરબી વાળાના કબજામાંથી પેટ્રોલીયમ પ્રવાહી લીટર 16500 કિંમત રૂપિયા 11.55 લાખ, ટ્રક ટેંકર નંબર-GJ-39-T-523 કિંમત રૂપિયા 15 લાખ, બોલેરો પીકઅપ ટેંકર નં-GJ-06-AZ-7597 કિંમત રૂપિયા 5 લાખ, ઇલેકટ્રીક મોટર કિંમત રૂપિયા 5 હજાર તેમજ પ્લાસ્ટીકની પાઇપ નંગ-2 કિંમત રૂપિયા 500 સહિત કુલ 31,60,500નો મુદામાલ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments