(પરેશ રાજગોર દ્વારા)
કચ્છ લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવારે નિતેશ લાલણ એ નામાંકન ફોર્મ ભર્યું છે.પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલની વિશેષ ઉપસ્થિતિમાં જાહેરસભા યોજી રેલી યોજવામાં આવી હતી.ભુજમાં કચ્છ મોરબી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણ પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું ભુજમાં યોજાયેલા કોંગ્રેસના સંમેલન સ્થળેથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા પાંચ ટેકેદારો સાથે નિતેશ લાલણ એ કલેકટર સમક્ષ પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું જોકે, નામાંકન પત્ર ભર્યા પહેલા ભુજ મધ્યે કચ્છ કોંગ્રેસ દ્વારા સંમેલન યોજાયું હતું સંમેલન મધ્યે કચ્છ, મોરબી, માળીયા વિસ્તારના કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં કોંગ્રેસી નેતાઓએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા કચ્છમાં દુષ્કાળ, અછતની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું તેમજ ઉદ્યોગોના કારણે પર્યાવરણને થતા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભાજપના શાસનમાં મોરબી અને કચ્છ વિસ્તારમાં લોકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા ખેડૂતો, ગૃહિણીઓ, વ્યાપારીઓ દુઃખી હોવાનો આક્ષેપ નિતેશ લાલણ એ કર્યો હતો
