Friday, July 25, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiહનુમાન જયંતિ મહોત્સવ નિમિતે ઝારવાળા હનુમાન મંદિરે મારુતિ યજ્ઞ તથા મહાપ્રસાદનું આયોજન

હનુમાન જયંતિ મહોત્સવ નિમિતે ઝારવાળા હનુમાન મંદિરે મારુતિ યજ્ઞ તથા મહાપ્રસાદનું આયોજન

ટંકારા :ટંકારાથી થોડે દૂર મોરબી-રાજકોટ હાઈવે બારનાલા પાસે નદીનાકાંઠે રમણીય જગ્યા પર આવેલા “શ્રી ઝારવાળા હનુમાનજી”ના મંદિરે હનુમાનજ જયંતિ નિમિતે તારીખ 23/04/2024 ને મંગળવારે સવારે મારુતિ યજ્ઞ તથા બપોરે11:30 કલાકે મહાપ્રસાદનું મહંત શ્રી મહાકાલપુરી બાપુ તેમજ તેમના ભક્તોજનો દ્વારા આયોજન કરવામાં આવેલ છે.દાદાના ભક્તજનોને પ્રસાદ લેવા આવવા ભાવભર્યું આમંત્રણ છે.

શ્રી ઝરવાળા હનુમાનજીના દર્શન કરવા એક મોટો લહાવો છે. કહેવાય છે કે આ મંદિરની જગ્યાની આસપાસ આશરે 300 વર્ષ પહેલાં એક નાનું એવું ગામ હતું.ગામની રક્ષા કાજે એ સમયે હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી.સમય જતાં હાલ આ હનુમાનજી મહારાજ આજ સુધી જંગલમાં બાવળની જાળીઓ વચ્ચે ગામના સ્થળ પર હાજરા હજુર છે. બાવળની જળીઓમાં મંદિર હોવાથી સમય જતા ઝાળીવાળા હનુમાનજી અને હાલ શ્રી ઝારવળા હનુમાનજી કહેવાય છે.

ઝારવાળા હનુમાનજી મહારાજની મૂર્તિ એક તેજવંત મૂર્તિ છે.દાદાના સાનિધ્યમાં આ મંદિરે જે ભક્તજન સાચી શ્રધ્ધાથી જે દુઃખ દર્દની અરજ કરવા આવે તેની સઘળી મુશ્કેલી શ્રી ઝારવાળા હનુમાનજી દૂર કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments