(પરેશ રાજગોર દ્વારા)
કચ્છ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર અને સાંસદ વિનોદ ચાવડા એ ભુજમાં ભવ્ય રોડ શો યોજી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ની ઉપસ્થિતિમાં નામાંકન ફોર્મ ભર્યું છે.ઉમેદવારી ફોર્મ ભરતાં પૂર્વે મુન્દ્રા રોડ પર આવેલા ગ્રાઉન્ડ મધ્યે પ્રચાર સભાને સંબોધી હતી.જેમાં છેલ્લા દસ વર્ષમાં થયેલા વિકાસ કાર્યોની વાત કરી હતી.પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનની વિવિધ યોજના-સિધ્ધિઓનો ઉલ્લેખ કરી 5 લાખથી વધુ જંગી સરસાઈથી વિનોદ ચાવડા વિજય મેળવશે તેવો દાવો કર્યો હતો. પ્રચારસભા બાદ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી એ પહોંચી નાંમાકન ફોર્મ ભર્યું જેમાં ભાજપના વિવિધ નેતાઓ જોડાયાં હતા. ફોર્મ ભર્યા બાદ ઉમેદવાર વિનોદ ચાવડા એ જણાવ્યુંકે,કચ્છ જિલ્લાના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનહદ પ્રેમ કરે છે.લોકસભા,વિધાનસભા કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કચ્છના મતદારોએ જંગી બહુમતીથી ભાજપ તરફી જનાદેશ આપ્યો છે.કચ્છમાં થયેલા વિકાસની સિદ્ધિઓસાથે અમે પ્રજા વચ્ચે જઈ રહ્યા છીએ.લોકસભા બેઠક ભાજપ 5 લાખ થી વધુ મતો થી જીતીશું..



