કચ્છ :કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા એ ભુજ મધ્યે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ ની ઉપસ્થિતિમાં વિશાળ રેલી, જાહેર સભા અને ત્યારબાદ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારપછી શ્રી કાંબરીયા દેવી પુજક સમાજ યુવા સંગઠન દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પ્રસંગે હાજરી આપી કથાનું શ્રવણકર્યું હતું. તેમજ જગતજનની આદ્યશક્તિ માઁ અંબાજી મંદિરે અને શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા સાથે નાગર સમાજના અગ્રણીઓ અને સમાજના લોકો સાથે બેઠક યોજી આદરણીય પ્રધાનમંત્રી શ્રી સાહેબના સુશાસનમાં દેશમાં થયેલ સર્વાંગી વિકાસની રૂપરેખા આપી હતી સાથે ૧૦૦% મતદાન કરવા એવમ ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજય અપાવવા આહ્વાન કર્યું હતું.
વિનોદભાઈ ચાવડા એ ભુજ મધ્યે શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.તેમજ શ્રી ભુજ વિશા શ્રીમાળી સોની જ્ઞાતિ દ્વારા ચૈત્રી નવરાત્રી આઠમના હવન પ્રસંગે હાજરી આપી હતી. તેમજ ભુજ ખાતે વિવિધ ગરબી મંડળ તથા ગણેશ મંડળના હોદ્દેદારશ્રીઓ તથા ભાટીયા સમાજ, પુષ્કર બ્રાહ્મણ સમાજ અને વાયડા સમાજના અગ્રણીઓ અને સમાજના લોકો સાથે બેઠક યોજી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન-હિતલક્ષી તેમજ વિકસિત ભારત જેવા દરેક સંકલ્પોને સાકાર કરવા અર્થે પુનઃ ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવવા સહકાર આપવા અપીલ કરી હતી. આ બેઠકો દરમ્યાન ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, ભુજ શહેર ભા.જ.પા પ્રમુખ શ્રી બાલકૃષ્ણભાઈ મોતા સાથે શહેર ભા.જ.પા ના હોદ્દેદારશ્રીઓ, પાર્ટી આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.




