અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થવાની ઉજવણીના ભાગરૂપે ભવ્ય વિજયયાત્રા નીકળી
ભગવાન શ્રીરામન આકર્ષક ફ્લોટો સાથેની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
મોરબી : મોરબીમાં આજે સમસ્ત હિન્દૂ સગાંઠનો દ્વારા ભગવાન શ્રીરામના જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થવાની ઉજવણીના ભાગરૂપે ભવ્ય વિજયયાત્રા નીકળી હતી અને ભગવાન શ્રીરામન આકર્ષક ફ્લોટો સાથેની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાભેર જોડાયા હતા.
અયોધ્યામાં સાક્ષાત ભગવાન શ્રી રામ તેમની જન્મભૂમિમાં બિરાજમાન થવાની હજુ પણ દિવાળી જેવી ખુશીની કોઈ સીમા રહી ન હોય એમ ભગવાન રામ બિરાજમાન થવાની પ્રથમ રામનવમી હોવાથી મોરબીમાં આજે તેમના જન્મોત્સવના હર્ષભેર વધામણાં કરવા ભગવાન રામની ભવ્ય વિજયી શોભાયાત્રા સામાકાંઠાના સર્કિટ હાઉસ ખાતેથી નિકળી મહારાણા પ્રતાપ સર્કલ, પુલ પર થઈ શહેરભરના રાજમાર્ગો પર ફરી લોકો ફિજેના તાલે ઝૂમીને ભગવાન રામના જન્મોત્સવને મનાવ્યો હતો તેમજ દરબાર ગઢ પાસે આવેલ 500 વર્ષ પુરાણા રામ મહેલ મંદિરે ભગવાનની પૂજા અર્ચના, ધૂન ભજન પ્રસાસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.




