મોરબી વાંકાનેર હાઈવે પર સનકોર સ્રીરામિક નજીક રોંગ સાઈડમાં આવતા ડમ્પરે મોટર સાઈકલને હડફેટે એકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે એકને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી સબજેલ નજીક રહેતા પૃથ્વી રાજેશભાઈ પરમારે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના મિત્ર રોહિતભાઈ વિપુલભાઈ ઝાલા, રોહન કાંતિભાઈ નઈયા અને વરુણ ઉર્ફે મીતુ રાજુભાઈ વાઘેલા એમ ચારેય માટેલ ખોડીયાર માતાજીના મંદિર દર્શન કરવા જવાનું નક્કી કરતા ગત તા. ૧૭ ના રોજ રાત્રીના સાડા અગિયારેક વાગ્યેના અરસામાં પૃથ્વીએ તેના પિતાનું મોટર સાઈકલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર જીજે ૩૬ એએ ૭૨૯૯ લીધેલ હોય અને રાહુલે તેનું એક્સેસ લીધેલ હોય અને રોહિત પૃથ્વી પાછળ બેસેલ હતો તો વરુણ રાહુલ પાછળ બેસેલ થયો બાદમાં ચારેય દર્શન કરવા માટે ગયા બાદ ગત તા.૧૭ ના રાત્રીના બે વાગ્યાના અરસામાં ચારેય મોરબી ઘરે પરત આવવા માટે નીકળેલ અને પૃથ્વી મોટર સાઈકલ ચલાવતો હોય દરમિયાન મોરબી નેશનલ હાઈવે પર ઢુવા ઓવરબ્રીજથી આગળ મોરબી તરફ સનકોર ટાઈલ્સના નવા બનતા શો રૂમ સામે પહોચેલ ત્યારે મોરબી તરફ આવતા ડમ્પર ચાલકે ફૂલસ્પીડમાં એકદમ ડીવાઈડરબ્રેકમાંથી રોંગ સાઈડમાં આવી મોટર સાઈકલ ડમ્પરના પાછળના વ્હીલમાં અથડાયેલ અને પૃથ્વી અને રોહિત બંને નીચે પડી જતા રોહિત ડમ્પરના વ્હીલ નીચે આવી હતા તેને ગંભીર ઈજા થઇ હતી તો રહિલ અને વરુણ પણ ત્યાં આવી જતા ૧૦૮ મારફટ તુરત સારવાર મતે ખસેડવામાં આવ્યા હતા તો ડમ્પર ચાલક જીજે ૧૨ બીએક્સ ૫૯૪૪ પોતાનું વાહન મૂકી નાશી ગયેલ હતો તો સારવાર દરમિયાન રોહિત વિપુલભાઈ ઝાલા(ઉ.૧૭) નું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
