કચ્છ : આપણને સહજ એ વાત આવે છે કે “કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા” તો તે વાત સો ટકા સાચી છે કારણ કે ભોગોલિક રીતે પુરાતન હોવા સાથે તે અર્વાચીન સમૃદ્ધીને સંકોરીને વિનાશ પર વિકાસની વાત આલેખીને બેઠેલો કચ્છ જિલ્લો છે. તેમ જણાવતા કચ્છ જીલ્લા ભા.જ.પા ના લોકસભા ઉમેદવાર, વર્તમાન સાંસદ અને ગુજરાત પ્રદેશ ભા.જ.પા મહામંત્રી શ્રી વિનોદભાઇ ચાવડા એ જણાવતા કહ્યું હતું કે નાનામાં નાના લોકોનાં આર્થિક અને સામાજિક ઉધ્ધાર માટે પ્રયત્નશીલ અને લોકભાગીદારીથી યોજનાકીય સુચારૂ અમલીકરણ કરનાર અડગ, નિર્ણાયક આપણા કચ્છ પ્રત્યે સંવેદનશીલતા ધરાવનાર મોદીજીના કારણે અદભૂત સર્વાંગી વિકાસ કચ્છનો થયેલ છે. ફરી પાછા પાંચ વર્ષ તેમને લોકાભિમુખ થવા અને નવા ભારતના નવ નિર્માણ માટે કમળ ખીલવવાની અપીલ વિનોદભાઈ એ કરી છે..
રામનવમીના પાવન પર્વ નિમિતે ભુજ મધ્યે શ્રી રઘુનાથજી મંદિરે દર્શન કર્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શોભાયાત્રામાં જોડાયા હતા ત્યારબાદ અંજાર તાલુકાના રતનાલ ગામે ભગવાન શ્રી સચ્ચિદાનંદજી મંદિરે દર્શન કર્યા, શ્રી ઠાકરજી મંદિરે દર્શન કરી અંજાર ખાતે શ્રી રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા આયોજીત ભવ્ય રથયાત્રામાં જોડાઈ સૌને રામનવમીની શુભેચ્છાઓ પાઠવી હતી. ગાંધીધામ મધ્યે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા આયોજીત શોભાયાત્રામાં જોડાયા તથા શ્રી જલારામ મહિલા મંડળ – ભારતનગર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પ્રસંગે હાજરી આપી કથાનું શ્રવણ કર્યું હતું. ભુજ મધ્યે યોગ જાગરણ સમિતિ દ્વારા આયોજીત યોગ અને ધ્યાન શિબિર પ્રસંગે હાજરી આપી હતી.
વિનોદભાઈ ચાવડા એ ચુંટણી પ્રવાસ દરમ્યાન અંજાર તાલુકાના રતનાલ ગામે ગ્રામજનો સાથે મુલાકાત કરી બેઠક યોજી ત્યારબાદ આદિપુર મધ્યે પ્રજાપતિ સમાજના આગેવાનો અને સમાજના લોકો સાથે તથા માલી સમાજના આગેવાનો અને સમાજના લોકો સાથે સંવાદ કરી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે કરેલા કાર્યો તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે સૌ ને માહિતગાર કર્યા અને જનસમર્થન માટે અપીલ કરી હતી..
આ ચુંટણી પ્રવાસ દરમ્યાન જીલ્લા ભા.જ.પ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, જીલ્લા ભા.જ.પા મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય, અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણી, ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ શ્રી તેજસભાઈ શેઠ, પૂર્વ રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહીર, ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય, અંજાર શહેર ભા.જ.પા પ્રમુખ શ્રી હેમંતભાઈ શાહ સાથે હોદ્દેદારશ્રીઓ, ગાંધીધામ શહેર ભા.જ.પા પ્રમુખ શ્રી પંકજભાઈ ઠક્કર સાથે હોદ્દેદારશ્રીઓ, પાર્ટી આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા..





